એમ એસ યુનિવર્સિટી ના સાયન્સ ફેકલ્ટી ના ઝુઓલોજી વિભાગમાં બીજા વર્ષ વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય દીપ શામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી પોતાના મિત્રને ગત રાત્રે 10:10 વાગે હોસ્ટેલ રૂમમાં બધા મિત્રો એકબીજા જોડે હસી મજાક ની વાતો કરતા હતા તે દરમિયાન જ દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો તેની આ અવસ્થા જોઈને તેના મિત્રો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પણ એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબો એ દીપને મૃત જાહેર કરતા મિત્ર વર્તુળ ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતા
